પ્રભુ શ્રી ગોપાલલાલ વિક્રમ સંવત ૧૬૯૫ માં અમદાવાદમાં રેયા પારેખના મહામહોચ્છવ મંડપમાં પ્રભુ શ્રી મોરારદાસને મનોરથ ઓચ્છવને શું કહેવાય તેનું પ્રમાણ અને ફલ શું તે નિચે પ્રમાણે તેના જે સેવક , નિજઅંગીકૃતનિકટવર્તી પતિવ્રત પણધારી અનીન અંટકા અલબેલા પુષ્ટિ પણધારી ખષ્ટિ દશમી ચતુરાદશીના વરેલા એવા ગુણવંત વાલાજીનાવાલાશ્રીયમુના જુથ સહચરીઓ શ્રી ઠકરાણી ઘાટનાજુગજુગનાસંબંધી ,પુષ્ટિજનો તાદરશી જનો , કૃપાપાત્ર ભગવદિજનો ને પ્રભુશ્રીમનોરથનો ભાવકહીરહયાછે .જેશ્રીગોપાલજી ,શ્રીગોપેન્દ્રજી ,શ્રીજમુનેશજીના સેવકજનોને કામનો છે . બીજા જીવને આમા ગમ પડે તેમ નથી . તે શ્રી ગોપાલજીના ઘરના પાકા ચાર ભગવદિઓ મળીને વાંચશો તો સદા રૂડુ થાશે તેપરમભગવદિય શ્રી વિનોદરાય , શ્રી જેરામદાસના પુષ્ટિજનો , તાદરશીજનો કૃપાપાત્ર ભગવદિજનોદંડવતેપાણીપતજોડી ચરણકમલે , શિષનામી પ્રથમ આ મંગલ મનોરથ પ્રસંગની સ્મૃતિરૂપે સમપિર્ત કરીએ છીએ . જે અમારા શ્રી કનૈયાલાલ વનમાળીદાસની કાનીથી મનોરથ રૂપી સ્મૃતિ ચિન્હરૂપે આ આ ગ્રંથ અર્પણ કરીએ છીએ .
પ્રભુ શ્રી ગોપાલલાલ શ્રી મુખના વચનામૃત સાંભળવાની ઇચ્છા સર્વ સમાજ રાખી રહયો છે . તે સમયે મોરારદાસ સેદરડીયાએ શ્રીજીને વિનંતી કરી કે વૃજરાજ મનોરજ ઓચ્છવ કોને કહેવાય ? તેનું પ્રમાણ અને ફલશું ?
શ્રી મોરારદાસનો પ્રશ્ન સાંભળી પ્રભુશ્રીએ વિનોદકરતા કહયુ
ઓચ્છવની પ્રણાલિકા તો સર્વથી અધિક છે . જેમાં મુખ્ય ફલરાસની પ્રાપ્તિનું છે , જે જીવના મનરૂપી રથમાં જયારે અમો બિરાજીયે છીએ . ત્યારે જીવના મનમાં મનોરથ ઉપજે છે . જે મનરૂપી રથ અમારે માટે બિરાજવા માટેનો છે . જયારે અમોતેમાબિરાજીયેછીએ . ત્યારે રથ ચાલે છેઅનેતેનેચલાવવા માટે બે લગામ ભાવ ભાવનાની છે . તેને દીનતારૂપી સારથી લઈને ચલાવે છે ત્યારે તે બરાબર ચાલે છે .
પ્રભુજીએ કહયુ મોરાર મનોરથનો ભાવ તો અલૌકિક ઓરછવ નો છે . અલૌકિક ભાવ ને સમજવો ઘણો જ દુર્લભ છે . જેમા લૌકિક ભાવની ગંધ નહી , તેને અલૌકિક કહીયે , તે તો સ્વરૂપાત્મક થઈ જાય છે તેમાં જે જે સામગ્રી વિનીયોગ થાય છે તે સર્વ લીલા સંબંધી સ્વરૂપાત્મક ભાવથી પ્રગટ થાય છે , અને પછી તેનો અંગીકાર શ્રીજી કરે છે .પછીતાદરશીવિરક્ત ભગવદિયની કક્ષા છે પછી શુધ્ધ પુષ્ટિજન પછી , ભગવદીજનપછી વૈષ્ણવજનસમર્પણીપછીનામધારી વૈષ્ણથી વહેવાર થાય છે , એવો પ્રથમ પ્રકાર મનોરથમાં , સિધ્ધ છે તેને મનોરથ કહીએ , જે મેંડથી કરાય પ્રણાલિકા સમજી વહેવાર કરાય તો શ્રીજી પ્રસન્ન હોય અને પોતાનો કરીને જાણે તો મનોરથ સીધ્ધ થયો જાણવો .
શ્રીજી પ્રસન્ન ત્યારે થાય જો જીવ શ્રીજીની બાંધેલી પ્રણાલિકાને છાંડે નહી , છાંડે તો મહાઅપરાધી હોય . વિમુખ થઈ જાય . તેથી તાદરશીભગવદીનાઓળે(કાનીથી) કરીને મનોરથસીધ્ધથાય .મનમાની દેખા દેખી કરીને ચાલે તો શ્રીજી પ્રસન્ન નહી હોય તેથી પ્રણાલિકા તો મુખ્ય વસ્તુ આ માર્ગમાં છે તેને સમજીને તેના ભાવને વિચારીને ચાલે તો મનમનોરથ સીધ્ધ થાય . તેને ઓચ્છવ કહેવાય .ઓચ્છવમાં સ્નેહ પ્રધાન છે . જે રથમાં અમો ન બિરાજીયે એ રથ શું કામનો ? જેમ કોઈ જોગી બને અને જોગીનો વેશ ધારણ કરે , પછી તેનું આચરણનકરેતો જોગી થયોશું કામનો ? તેમ તમોવૈષ્ણવ થયા પછીવૈષ્ણવનો આચાર , વિચાર , સદાચારનું પાલન ન કરો તો વૈષ્ણવ તેને કેમ કહેવાય ? વૈષ્ણવ તોતેને કહીએ જો માર્ગ મેંડ પ્રણાલિકાને અનુસરે તેના આચાર ને જાણે પાળે અને પ્રણાલિકાને છાંડે નહીં તો તે વૈષ્ણવ કહેવાય અને તેના જીવનો મનમનોરથ અમો અવશ્ય સીધ્ધ કરીએ છીએ . મોરાર આ વાતમાં સર્વ જીવને ગમ તો પડે , જો ઉતમ કોટીના ભગવદીનો સંગ હોય તો તેને આ માર્ગમાં સર્વ ફલરૂપ થાય કાંઇ ન્યુનતા રહે નહી એવો આ પુષ્ટિનો અનુગ્રહ માર્ગ છે . અનુગ્રહ ( કૃપા ) નિયામક છે તેતુ , સદા જાણજે . જે કૃપાદ્વારા મનોરથ સિધ્ધ થાય તેને ઓચ્છવ કહેવાય છે .
જે રાજ , વારી જાઉં , બલહારી જાઉં ,રાજમનોરથનીસ્વરૂપભાવના લીલાસંબંધી કૃપા કરીને સમજાવો તો સેવકનેઅધિકઆનંદ આવે , વારૂ આટલો સેવક સમાજ મળ્યો છે તો શ્રવણે સર્વને થાય તે રૂડું .
પ્રભુજી અતિ પ્રસન્નથતાશ્રીમુખથી આજ્ઞા કરતા કહયુ : મોરાર એ સર્વવાત તો ઘણું જ ગોપ્ય છે . રહસ્યમય છે , તેના મર્મને તો તાદરશી ભગવદી જાણી શકે છે . તેના કામનું છે . તેના દ્વારા જે પ્રાપ્ત થાય તે અધિક રૂડું ગણાય . છતાં તમો અંગીકૃત જુથ આગળ તેનો મર્મ કહેવાય . તે સાંભળ . સુગંધી ફુલેલ તેલ જે છે તે અમારા તથા સ્વામિનીજીના પરસ્પર સ્નેહનું સ્વરૂપ છે , અને કુમકુમ તે તો આસફિતનું સ્વરૂપ છે , સ્વામિનીજીના પરમ સૌભાગ્ય રૂપ છે તે પતિવૃત ધર્મને સુચવે છે અને જે માલા છે તે તો અમારૂ સ્વરૂપ , પુષ્ટિ ભગવદીનું સ્વરૂપ અને વૈષ્ણવનું સ્વરૂપ , દોરો ઠાસીયો અનેપારાએમમળીનેસ્વામિનીજીશ્રીનું તથા શ્રી યમુનાજીનું ભાવાત્મક સ્વરૂપ ધારણ કરે છે . તે માળા અમારા શરણદાન દ્વારા ધારણ કરવાથી અનન્યભાવ અને અલૌકિક સૌભાગ્યની સિધ્ધીનું ફલ પતિવૃતપણાનું પ્રાપ્ત થાય છે . જેથી ફુલેલ તેલ છે . તેનો સંબંધ માળા સાથે થાય છે .તેતોઅંગરાગ રૂપ છે તેથી શ્રી સ્વામીનીજી ત્થા
શ્રી યમુનાજીના અંગસંગ સંબંધી રાગ જે પ્રતિ પ્રગટ થાય છે , જે સખી ગણના ભાવથી સેવકજન પોતાના હસ્તથી ગ્રહણ કરીને માળા સાથે લગાવે છે ત્યારે તેનો મહારાસમાં અંગીકાર થાય છે . એ પ્રકાર ઓચ્છવમાં મુખ્ય સમજવો અને જે તૈલયા કુમકુમ દ્વારા જે તિલક થાય છે તેસૌભાગ્યનીવૃધ્ધી કરે છે . અને પતિવૃતધર્મનાભાવનું દાન કરે છે . તેના ઉપર જે તાંદુલ લગાવે છે . તે તો સૌભાગ્યની ઉજવળતાનું શુધ્ધ સ્વરૂપે પ્રગટ કરે છે તે તો અનુરાગ રૂપ છે , ત્યારે સૌભાગ્યનું રસરૂપ ફલ જે મહારાસમાં રમણ કરવા જોગ નુતન દેહનું દાન કરે છે તેટલો અધિકાર પ્રાપ્ત જીવ કરે છે . પણ તે અનન્યતા સિવાય સિધ્ધ ન થાય તેમ છે .
અને જે ફુલેલ તેલનું પાત્ર છે તે શ્રી યમુનાજીની દુંતિનું સ્વરૂપાત્મક સ્વરૂપ છે તેમાસ્નેહરસ ભર્યો છે . સો સ્નેહ રસ કોઉકો દીયો નહિ જાયે સો તો અપને આપનું લીયો જાય . તબ સ્નેહ પ્રગટ હોય હે . મોરાર , પુષ્ટિમાર્ગમાં જે , જે પદાર્થ ભગવદ સેવાના સંબંધમાં આવે છે તે સર્વ પદાર્થ અલૌકિક સેવા લીલા સંબંધી સ્વરૂપને ધારણ કરે છે તેથી જે પાત્ર છે તેમા જે ફુલેલ તેલ ધર્યું છેતેશ્રીસ્વામીનીજી તથા શ્રીયમુનાજીના શ્રી અંગની સખીનુંસ્વરૂપછે .તેનાહૃદયભીતરમાં શ્રીજી તથા સ્વામિનીજી તથા શ્રી યમુનાજીનો પ્રીતિરૂપ રસાત્મિક સ્નેહરસ ભર્યો છે .તેસર્વઅલૌકિક લીલાસંબંધી રસને પ્રગટ કરે છે . એ સર્વ પ્રકાર અમારી નિકટવર્તી પુષ્ટિ સુષ્ટિના જીવો માટે છે . અન્યથા કોઇનો અધીકાર નથી તે નિશ્વે જાણશો .
ત્યારે શ્રી મોરારદાસે વળી પૂછ્યું , જે રાજ કૃપાનિધાન એ સૃષ્ટિના જીવ કેમ ઓળખાય ? અને કયાં છે ? શ્રીજી એ મુસ્કાયને આજ્ઞા કરતા કહ્યું : અરે મોરાર તેજીવનું પ્રાગટય અહીયાઅમારા સંગે છે બીજા કોઈ ઠેકાણે નથી . અમારી શ્રી અંગની સૃષ્ટિના જીવોની સારકરવા માટે અમો ભુતલ માં પધાર્યા છીએ તે પુષ્ટિ સૃષ્ટિ અમારી છે . તે સર્વેઅમારાઅંગરૂપ છે . તે અમારી સાથે લીલા વિલાસ કરીને સર્વરસનો આસ્વાદ લેવા માટે ભૂતલ માં પ્રગટ્યા છે તે લીલા રસનું ભગવદીઓએ સર્વ ગ્રંથમાં વર્ણન કર્યું છૅ જે કૃપા સંયુક્ત પ્રગટ્યા છૅ અમારી કૃપાથી સર્વં લીલા ચરિત્રનો રસ અનુભવ સર્વ વાતનો અનુભવ સર્વ ગ્રંથમાં પ્રકાશિત કર્યો છે . તેમા કોઈ સંદેહ નથી કારણકે અમારા સાક્ષાત પ્રગટ સ્વરૂપનો અનુભવ પ્રાપ્ત કરીનેદ્રષ્ટીથીનીહાળીનેવર્ણન કર્યું અને હજી કરે છે . અમારૂ પ્રાગ઼ટય કેવળભગવદીઓને માટે કૃપા સંયુક્ત ભુતલ મધ્યે સ્વરમણાર્થે સ્વમનો અભિલિષીત સ્વમનોરથ પુરણે કરવામાટે અમો પુરણ કરવા માટે અમો સ્વ ઈચ્છાએ પ્રગટ થયા છીએ અમારા સ્વરૂપને અમારી નીજી સૃષ્ટિના સેવકોએ જાણ્યું છે જે,જે અનુભવ પ્રગટ થયો તે તે પ્રકારે અમારા યશ ગુણગાન દ્વારા અમારા સ્વરૂપની નિષ્ઠાનું વર્ણન કર્યું છે જેવાકે , ગોપાલદાસ , જીવનદાસ , લક્ષ્મીદાસ , તથા મોરાર , કાનદાસ કાયસ્થ તથા કસીયા રાજગર , નરશી ભટ્ટ , રાઘોદાસ , કેશોદાસ એ સર્વોના ગ્રંથ પ્રમાણ છે તે અનુભવ સાધ્ય , કૃપા સાધ્ય છે તે નિકટવર્તી છે તે જાણે છે . અમારી કૃપા સર્વો પર છે પણ કૃપાભાજન બનવું અતિ કઠિન છે તેમાં એક પ્રેમ પ્રધાન છે પ્રેમ મોરાર !
અને જે અમારા નિકટવર્તિ અંગીકૃત જીવ છે . તેનાં ભાવનું વર્ણન શું કહું તેની લગન કહું કે તેની આસકિતનું વર્ણન કર્યું તેની અનન્યતા કહું કે તેની ટેક કહું કે તેની ટેક કહ્યું કે , તેનાં સ્નેહભાવનું શું કહું , તેનોપ્રેમભાવ ,અટલશ્રધ્ધા વિશ્વાસ અમારા શરણદાનમાં જેને છે . એવા ભગવદીનાં ભાવ અને લક્ષણ શું કહું . જે અમારીસૃષ્ટિના સમાર્ગીગ્રંથમાંઅનુભવીભગવદીએ તેનો ઘણો પ્રકાર કહયો છે . તેનાં કોટ વિધ ભાવ ભેદ પ્રકાર કેમ કહયો જાય ? તે તો પુષ્ટિ ભગવદીનાં સમાગમથી અનુભવમાં આવે . અનુભવથી સાનુભવ સર્વ લીલાનો અને સ્વરૂપનો થાય છે . પુષ્ટિરસસર્વથી ન્યારો છે . ન્યારો મોરાર જેમનોરથ કરીને સિદ્ધ થાયછે .જેવોમોડબંધી મનોરથી તેવો અંગીકાર થાય છે .
મનોરથ -ઓચ્છવ ,પુષ્ટિપ્રણાલિકા અનુસાર હોય તો મનોરથનું ફલ પામે . ભગવદીજન ગ્રહણ કરે છે પછી સર્વનો અધિકાર છે . આ પ્રણાલિકાને મોરાર , મનોરથમાં સર્વ સામગ્રી ભગવદ્ ભોગ્ય પ્રથમ થાય છે . તેથી તે ઉત્તમ ભાવથી સિધ્ધ કરવી . તેતોસર્વસ્વરૂપાત્મક છે . જે અમારે ભોગ્ય થઈને , અમારા ઉચિષ્ટ રૂપ થાય છે . તેને પ્રસાદરૂપે પ્રથમ અનુસરે ત્યારે મનોરથનાં ફલની સિધ્ધિને પામે . તેથી મનોરથ સાવધાની પુર્વક મેંડ પ્રણાલિકા અનુસાર કરવો . મેંડ પ્રણાલિકા છાંડવી નહિ . તેઅમારી નિજી આજ્ઞા છે . પુષ્ટિ માર્ગમાં પ્રભુજીની આજ્ઞા , અનેભગવદીની કાનીથીમનોરથનેસિધ્ધઅમોકરીએ છીએ . આ પ્રમાણે પ્રભુશ્રીએ વચનામૃત કરી સર્વ સેવકસમાજને મંત્રમુગ્ધ કરી દીધા . શ્રીજીપોતાના જીવનાં કલ્યાણાર્થે કેવી ઉત્તમ શીખ આપી રહયાં છે . તે જીવનું મહેદભાગ્ય કહેવાય છે .
સર્વે વૈષ્ણવને જયશ્રીગોપાલ 🙏